સીધા અભ્યાસ પર જાઓ
ધોરણ ૧૦ · ગુજરાતી માધ્યમ

વર્તુળ અને સ્પર્શક

નોંધો, મૂળ પ્રેક્ટિસ અને સત્તાવાર સંસાધનો — વિષયવાર ગોઠવેલી તૈયારી.

મફત અભ્યાસ સંસાધનોગણિત — સ્ટાન્ડર્ડ
યોગી ક્લાસીસ · મૂળ પુનરાવર્તન નોંધ

વર્તુળ અને સ્પર્શક

સ્પર્શબિંદુ પર ત્રિજ્યા અને સ્પર્શકનો સંબંધ ઓળખો.

મુખ્ય સમજ

  • સ્પર્શક વર્તુળને એક જ બિંદુએ મળે છે.
  • સ્પર્શબિંદુને જોડતી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે.
  • બાહ્ય બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકખંડોની લંબાઈ સમાન હોય છે.
ઉદાહરણથી શીખો

O કેન્દ્ર, P બાહ્ય બિંદુ અને T સ્પર્શબિંદુ છે. OP = 13 cm, OT = 5 cm હોય તો PT?

OT ⟂ PT, તેથી PT² = OP² − OT² = 169 − 25 = 144. PT = 12 cm.

હવે તમે અજમાવો

બાહ્ય બિંદુથી એક સ્પર્શકખંડ 7 cm હોય તો બીજાનો માપ?

જવાબ અને ચકાસણી

7 cm; એક જ બાહ્ય બિંદુથી સ્પર્શકખંડો સમાન હોય છે.

વાંચનની નિશાની માત્ર આ બ્રાઉઝરમાં સાચવાય છે. આ સત્તાવાર બોર્ડનો પાઠ કે જવાબપત્ર નથી.

બધી નોંધો જુઓ